Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ: લોકઅપમાં આરોપીએ બેધડક બનાવ્યો ટિકટોક VIDEO, સાથ આપનારા મિત્રોની ધરપકડ

ગુજરાત રાજ્ય પોલીસ વડાએ સૂચના આપતા જ પોલીસ દારૂની ડ્રાઇવ કરી કેસો કરી રહી છે. પણ મેઘાણીનગર પોલીસે પકડેલા એક આરોપીએ પકડાયા બાદ પોલીસ સ્ટેશનના લોકઅપને જ સોશિયલ મિડીયાનો અડ્ડો બનાવી દીધો.

અમદાવાદ: લોકઅપમાં આરોપીએ બેધડક બનાવ્યો ટિકટોક VIDEO,  સાથ આપનારા મિત્રોની ધરપકડ

મૌલિક ધામેચા, અમદાવાદ: ગુજરાત રાજ્ય પોલીસ વડાએ સૂચના આપતા જ પોલીસ દારૂની ડ્રાઇવ કરી કેસો કરી રહી છે. પણ મેઘાણીનગર પોલીસે પકડેલા એક આરોપીએ પકડાયા બાદ પોલીસ સ્ટેશનના લોકઅપને જ સોશિયલ મિડીયાનો અડ્ડો બનાવી દીધો. આ આરોપીએ લોકઅપમાં જ ટિકટોક વિડીયો બનાવી દેતા વિડીયો વાયરલ થયો અને બાદમાં પોલીસ દોડતી થઇ. પોલીસે ગુનો નોંધી આરોપીના સાથી મિત્રોની ધરપકડ કરી છે. પોલીસ સ્ટેશનના લોકઅપમાં જ પ્રોહિબિશનના આરોપીએ આ વીડિયો બનાવ્યો. મિત્રો મળવા આવ્યા ત્યારે ફોનમાં વિડીયો બનાવી વાઈરલ કરવામાં આવ્યો હતો.

'નાયક નહિ ખલનાયક હું મેં' ગીત પર બનાવ્યો વિડીયો
અમદાવાદમાં મેઘાણીનગર પોલીસે તાજેતરમાં કરણ ઉર્ફે તોતો નામના આરોપીને 132 બોટલ દારૂ સાથે પકડયો હતો. આ કાર્યવાહી કરીને પોલીસે તેને લોકઅપમાં પૂર્યો હતો. ત્યારે તેને તેના ત્રણ ચાર મિત્રો મળવા આવ્યા. તે સમયે તેણે એક વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર મુક્યો હતો. 'નાયક નહિ ખલનાયક હું મેં' આ ગીત પર ઝૂમતા હોય એવો વીડિયો મુકતા પોલીસે તપાસ હાથ ધરી અને તેને મળવા આવેલા ચાર મિત્રો સામે ગુનો નોંધ્યો. આ ચારેય કરણ ઉર્ફે તોતો ના મિત્રો છે. તેઓ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેઓ જ્યારે કરણને મળવા આવ્યા ત્યારે તે લોકોએ પણ આ વિડીયો બનાવવામાં મદદ કરી હતી. આ ચારમાંથી એક આરોપીના ફોન લઇને કરણે વિડીયો બનાવ્યો હતો અને તે પણ પીએસઓની સામે જ. જેથી હવે તે વખતે જે પોલીસ કર્મી ફરજ પર હતા તેની સામે કાર્યવાહી પણ કરાશે..

જુઓ VIDEO

થોડા સમય પહેલા મેઘાણીનગરમાં અસામાજીક તત્વોએ 20થી વાહનોમાં તોડફોડ કરી લોકોને હથિયારથી માર માર્યા હતા અને બાદમાં ભાગી ગયા હતા. ત્યારે પણ નામચીન કુખ્યાત શખ્સોએ ટિકટોક વિડીયો બનાવ્યો હતો અને પોતાને મેઘાણીનગરના નવા ડોન ગણાવ્યા હતા. વધુ એક કેસના આરોપીએ પણ ટિકટોક વિડીયો બનાવતા અસામાજીક તત્વોને પોલીસનો ડર નથી રહ્યો અને બિન્દાસ્ત પોલીસની હાજરીમાં સોશિયલ મિડીયાનો ઉપયોગ કરી ફેમસ થઇ રહ્યા હોવાનું મનાઇ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More